યહૂદાના લોકોએ પોતાના ભાઈઓ શિમયોનના કુળસમૂહના લોકોને કહ્યું, “તમે અમાંરા ભાગના પ્રદેશમાં અમાંરી સાથે આવો અને આપણે કનાનીઓ ઉપર આક્રમણ કરીએ. ત્યારબાદ અમે પણ તમાંરા ભાગના પ્રદેશમાં આવીશું.” તેથી શિમયોનના લોકો યહૂદાના લોકો સાથે ગયા.
અદોનીબેઝેકે કહ્યું, “મેં આ જ રીતે 70 રાજાઓના હાથપગના અંગૂઠા કાપી નાખ્યા હતાં, ને તે બધા રાજાઓ માંરા ભાણામાંથી મેજ નીચે પડેલા ટુકડાઓ વીણી ખાતા હતા. તેવા જ હાલ દેવે માંરા કર્યા.” તેઓ તેને યરૂશાલેમ લઈ ગયા અને ત્યાં જ તેનું અવસાન થયું.
પછી તે લોકોએ હેબ્રોનના કનાનીઓ ઉપર હુમલો કર્યો. (એ શહેરનું નામ પહેલાં ‘કિર્યાથ-આર્બા’ હતું.) ત્યાં તેમણે શેશાય, અહીમાંન અને તાલ્માંય કુટુંબ સમૂહોને હરાવ્યા.
જ્યારે તેઓ પરણીને પોતાને નવા ઘરે જવા નીકળ્યા ત્યારે આખ્સાહને ઓથ્નીએલ તેના પિતા પાસે એક ખેતર માંગવા સમજાવી, એટલે તે ગધેડા પરથી ઊતરી તેના પિતા પાસે ગઈ એટલે કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?”
એટલે તેણે કહ્યું, “પિતાજી, તમે મને આશીર્વાદ આપો, તમે મને નેગેબનો સૂકો પ્રદેશ આપ્યો છે, તો મને જ્યાં પાણીનાં કુદરતી ઝરણા હોય એવી જમીન આપો,” તેથી કાલેબે તેને પ્રદેશના ઉપરનાં અને નીચેનાં પાણીના ઝરણાંઓ આપ્યાં.
કેની જાતિના લોકોએ જેઓ મૂસાના સસરાના કુટુંબના હતાં, ખજૂરીના શહેરમાં આવેલા પોતાના ઘરો છોડી દીધાં. તેઓ યહૂદાના લોકોની સાથે યહૂદાના વગડામાં અરાદની દક્ષિણે આવેલા નેગેબમાં ગયાં, કનાનીઓ ત્યાં જઈને યહૂદાના લોકો સાથે વસ્યા.
ત્યારબાદ યહૂદાના લોકો અને શિમયોનના કુળસમૂહના લોકો તેના ભાઈઓ સાથે જઈને સફાથમાં વસતા કનાનીઓ જેઓ યહૂદામાં રહેતાં હતાં તેમની ઉપર હુમલો કર્યો અને શહેરનો નાશ કર્યો, આથી એ શહેરનું નામ હોર્માંહ પડયું.
તેથી તેણે નગરમાં પ્રવેશ કરવા માંટેનો રસ્તો બતાવ્યો. અને તેમણે નગરના બધા વતનીઓનો પોતાની તરવારથી સંહાર કર્યો, પરંતુ પેલા માંણસને તેના પરિવાર સાથે જીવતો જવા દીધો.
મનાશ્શાના કુળસમૂહના લોકોએ બેથશેઆન, તાઅનાખ, દોર, યિબ્લઆમ, મગિદોના એ શહેરો અને તેમની આજુબાજુના ગામડાંઓમાં વસતા લોકોને હાંકી કાઢયા નહિ; એ પ્રદેશમાં કનાનીઓનો પગદંડો ચાલુ રાખ્યો.
નફતાલી કુળસમૂહના લોકોએ બેથશેમેશ અને બેથઅનાથના વતનીઓને હાંકી કાઢયા નહિ, પણ તેઓ તે શહેરોના કનાની વતનીઓ ભેગા જ રહેવા લાગ્યા. આ કનાનીઓએ તેમના માંટે ગુલામો તરીકે કામ કર્યુ.
અમોરીઓ આયાલોનમાં આવેલા હેરેસના પર્વતમાં, અને શાઆલ્બીમમાં રહેવા ઈચ્છતા હતા, જ્યારે યૂસફનું કુળસમૂહ વધારે મજબૂત બની ગયું, ત્યારે તેઓએ અમોરીઓને ગુલામ બનાવી દીધા.